કંપનીમાં કચરો લેવા ગયેલા ટ્રેકટરના ચાલકને ધમકી અપાતા ફરિયાદ
સંઘપ્રદેશ દમણમાં ફરી અસમાજીક તત્વો કંપનીમાં પોતાની ધાક બતાવીને કામ માગી રહ્યા હોવાનું જણાય રહે છે. ભાજપના કાર્યકરે દમણની એક કંપનીમાંથી કચરો ઉઠાવવાના મુદ્દે ચાલકને ઢોર માર મારીને ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાય છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240908-WA0001.jpg)
દમણના સોમનાથ સ્થિત શ્રી વેંકટેશ્વર ગ્રુપ (એસવીજી) કંપનીમાં સ્ક્રેપ લેવા ટ્રેક્ટર ડ્રાઈવર લક્ષ્મણ શુક્રવારે બપોરે આવ્યો હતો. જ્યાં ડાભેલમાં રહેતો અને ભાજપા પાર્ટીના પૂર્વ મંડલ અધ્યક્ષ ભાવેશ પટેલ તેના માણસો સાથે કંપની પાસે આવી કચરો લેવા આવેલા ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો હતો. ડ્રાઈવરને બળજબરી કંપનીના પાછળ લઈ જઈને માર માર્યો હતો. ભાવેશ પટેલ અને તેના માણસો ચાલકને માર મારીને ભાગી ગયા હતા. આ મામલે કચીગામ પોલીસમાં ભાવેશ પટેલ તથા અન્ય બે સામે અપહરણ તથા અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થવા પામ્યો છે. હાલ તો પોલીસે ભાગી છૂટેલા ભાવેશ પટેલ તથા અન્યને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે. પ્રશાસન દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ