ઇડર તાલુકાના વડિયાવીર ગામની મોટી નદીમાં તા,7 સપ્ટેમ્બરના રોજ એક દામ્પત્ય કાર સાથે નદીમાં તણાયું હતું. દામ્પત્ય બચવા માટે અનેક પ્રયાસો કર્યાં હતાં પરંતુ નદીના ઉંડા પાણીમાં તણાઇ જતાં પાણીની બહાર આવી શક્યા ન હતાં, જેથી બંને ગાડીના છાપરે ચડી એકબીજાનો હાથ પકડી એકબીજાને હિમ્મત આપી શ્વાસને રોકી રાખી ખૂબ જ ગભરાઈ ગયેલા જોવા મળ્યાં હતાં.
આ જોઇને સ્થાનિકોનું ટોળું નદી કિનારે દોડી આવી, બૂમાબૂમ થઇ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે લાંબડિયાનાં મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમના પ્રખ્યાત લોક સાહિત્યકાર સંજુરાજા યોગીજીએ કોઈપણ પ્રકારની સેફ્ટી કે ડર રાખ્યા વિના પોતાનો જીવ જોખમમાં મૂકી તેઓએ હિંમત અને વિશ્વાસ રાખી સૌ પ્રથમ દંપતીને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ સાથે ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના પદાધિકારીઓ પણ બચવાની કામગીરીમાં દોરડું લઇને નદીના ઉંડા પાણીમાં કૂદી પડ્યા હતા. જેથી 3 કલાકથી મોત સામે જજુમી રહેલા દાંમ્પત્યને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢતાં દાંપત્યના જીવે રાહતનો શ્વાસ લીધો હતો.
બનાસકાંઠાથી અશોક રણાવસિયાનો રીપોર્ટ