ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના ખેડુત અને શ્રી ખજુરડા જુથ સેવા સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ સ્વ. ભગાભાઈ સાંગાભાઈ રબારીનુ અકસ્માતે અવસાન થયું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240909-WA0001-1024x768.jpg)
જીલ્લા બેંક દ્વારા લેવાયેલ વિમા પોલીસી અંતર્ગત રૂપિયા દસ લાખની રકમનો ચેક એમના વારસદાર ટીડીબેન ભગાભાઈ રબારીને એમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરીને અર્પણ કરીને સાંત્વના પાઠવતા જીલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડીયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, હરસુખભાઈ પાનસુરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ પ્રાણભાઈ તાળા, ચંદુભાઈ લુણાગરીયા, જીતુભાઈ કથીરીયા, વગેરે સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેથી મસ્ત રબારી પરિવારે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનો તેમજ એમની ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ખરા કપરા સમયે તમે અમને જે સાથ અને સહકાર આપ્યો એ અમે ક્યારેય નહીં ભૂલીએ.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ