તિજોરી તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી પલાયન
પંચમહાલ શહેરાનગરમા આવેલા કાંકરી રોડ પર તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. ઘરમા દરવાજો તોડીને બને ઘરમા રહેતી તિજોરીમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. આ ચોરીના મામલે શહેરા પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
શહેરા નગરમાં ચોરીના બનાવો બની રહ્યા છે. શહેરાના પાલિકા વિસ્તારમા આવતા કાકંરી રોડ પર દેવકૃપા સોસાયટીમા ચોરીની ઘટના બની હતી.આ સોસાયટીમા બે બંધ મકાનો હતા તેમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમા ઘરની તિજોરી તસ્કરોએ તોડી નાખી હતી અને તેમા રહેતા સોનાચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી આવી હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રિપોર્ટ