બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે મલેકપુર પંથકના રસ્તાઓ ગુંજ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ પટેલ તથા તેમના પરિવારજનો તેમજ મિત્ર મડંળ દ્વારા ભવ્ય વિસામાનુ આયોજન કરવામાં આવેલ હતું.અંબાજી ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે છેલ્લા વીસ વર્ષથી સતત જય આધ્યાશકિત નામનો વિસામો ચલાવી અને પદયાત્રીઓની સેવાકીય કાર્ય કરવામાં આવે છે.

મલેકપુર પંથકમાંથી લાખો પદયાત્રીઓ માતાનો રથ લઈ ચાલતા માં અંબાના ધામે જાય છે.ત્યારે તેમના માટે રહેવા જમવા તેમજ રમેશભાઈ પટેલના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ પટેલ તરફ થી મેડિકલની સુવિધા પણ સતત ચોવીસ કલાક કરવામાં આવી રહી છે.રમેશભાઈ પટેલ માતાજીના અનન્ય ભક્ત છે જેને લઇ સતત વીસ વર્ષથી પદયાત્રીઓની સેવાઓ કરી રહ્યા છે.અને વીસ વર્ષ થી જાતે પગપાળા રથ લઈને અંબાજી ચાલતા જાય છે.અને બાવન ગજની ધજા પણ અંબાજી મંદિર ખાતે માતાજીને ચડાવે છે.ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે રમેશભાઈ પટેલ ઉત્તમ સુવિધા આપી કરી રહ્યા છે.દાહોદ, એમ.પી અને રાજસ્થાન મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીની રથ લઈને જતા હોય છે અને તેમની આનંદ ઉલ્લાસ સાથે સેવા કરવામાં આવે છે.અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા લાખો પદયાત્રીઓ માટે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *