7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક નાના-મોટા યુવક મંડળો દ્વારા પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી. જેથી 11મી સપ્ટેમ્બરના રોજ ગણેશોત્સવના પાંચમાં દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવને વિદાય આપવામાં આવતા વનોડા ગામના ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયની ગામમાં યાત્રા ફેરવી મહિ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
11મી સપ્ટેમ્બરના રોજ સવારથી ગળતેશ્વર તાલુકાના વનોડા ગામના પરમાર ફળીયામાથી ગણપતિ બાપ્પા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની ભવ્ય વિદાય સવારી નીકળી હતી. ભાવિ ભક્તો નાસિક ઢોલના તાલથી વાજતે-ગાજતે રાસ ગરબા રમી, નાચતા કૂદતાં શ્રીજીને વિદાય આપવા માટે નીકળ્યા હતા. આ વિસર્જન યાત્રા ગામ આખામાં લઇ જવામાં આવતાં, ભક્તો વિઘ્નહર્તા દુંદાળા દેવના દર્શનનો લ્હાવો માણવા ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભક્તોએ વાજતે-ગાજતે યાત્રા ફેરવી વનોડા ગામની પવિત્ર મહિસાગર નદીમાં ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા હતાં, પરંતુ મહી નદી બે કાંઠે પાણી જોવા ડરામણો માહોલ ઉભો થયો હતો તેથી નદીના પાણીની લહેરો નજીક ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ