13 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ. એસ.ડબલ્યુ કોલેજમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન વક્તા તરીકે નિવૃત્ત એમ.એસ. યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વડા અને વર્તમાનમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ,પારુલ યુનિવર્સિટીના વડા પ્રો. ડૉ .એમ. એન.પરમાર સાહેબ M N Parmar હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શ્રી વાડાસીનોર સ્ત્રી કેળવણી મંડળ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ પ્રિ. ડૉ .દિનેશભાઈ માછી અતિથિ તરીકે CWDCના કન્વીનર અને સંસ્કૃત વિભાગ અધ્યક્ષ પ્રો.ડૉ જાગૃતિબેન જોશી હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન એમ એસ ડબલ્યુ કોલેજ વિભાગના પ્રો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ મહેમાનોનું શબ્દોથી અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રિન્સિપાલ દિનેશભાઈ માછી દ્વારા વિદ્યાર્થીઓને વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે પ્રો. તુષાબેન બારોટ દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું, અને પ્રો. હર્ષદભાઈ સોલંકી ધ્વારા પ્રધાન વક્તાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો.શિવાનીબેન કંસારા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ.એમ .એન પરમાર દ્વારા તેઓએ પોતાની આગવી શૈલીમાં સંશોધનની સમજ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને આપી હતી. જેમાં તેમણે સંશોધન યોજનાના તમામ પાસાઓ આવરી લીધા હતા અને પ્રત્યેક પાસા દીઠ અલગ અલગ ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક વિદ્યાર્થીઓએ સાંભળ્યો હતો અને આ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. આ કાર્યક્રમના અંતે પ્રો.હેમાલીબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને અંતમા રાષ્ટ્રગાન કરી સૌ છૂટા પડ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ