થોડા સમય પહેલા દાદરા નગર હવેલીમાં ગેરકાયદે ચોરી થતા ઓઇલના ધંધામાં પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને આ બે નંબરના ઓઇલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે આ પછી પણ આ ટ્રેન્ડ અટક્યો નથી.હવે ફરી આ ગેરકાયદે ધંધો ફૂલ્યોફાલ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાદરામાં ટ્રાન્સપોર્ટની આડમાં એક ટ્રાન્સપોર્ટર અને જૂની ઓઈલ માફિયા ગેંગમાંથી પોતાની ગેંગ રચનાર વ્યક્તિએ ભાગીદારીમાં આ રેકેટ શરૂ કર્યું છે. જે અનેક અધિકારીઓની મીઠી નજર હેઠળ ખીલી રહ્યો છે. આ કાળા ધંધાર્થીઓ, મિશ્રા-ખાન ગેંગ, હજીરા-મુંબઈ વચ્ચે ચાલતી રિલાયન્સ જેવી મોટી કંપનીઓના ટ્રક ડ્રાઈવરોને લાલચ આપીને દાદરામાં ટ્રાન્સપોર્ટની આડમાં બનેલા વેર હાઉસમાં માલસામાન સાથે લઈ જાય છે.ત્યારબાદ આવી ટ્રકોમાંથી તેલ, યાર્નનો કેટલોક જથ્થો બહાર કાઢીને વેચવામાં આવી રહ્યો છે. અને ઘણી કમાણી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ધંધાર્થીઓ રીઢો ગુનેગાર છે.આવી ચોરીમાં તેને જેલ પણ થઈ છે.અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી એકવાર દાદરામાં આ જ ધંધો શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ બે નંબર સામે વહીવટીતંત્ર ક્યારે કાર્યવાહી કરશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ