કચ્છમાં આંગણવાડી લાભાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ, રસીકરણ તથા યોજનાઓ વિશે માહિતગાર કર્યા

કચ્છમાં આંગણવાડી લાભાર્થી મહિલાઓ તથા આંગણવાડી કાર્યકરોને નારી અદાલત અને ઘરેલું હિંસા, પૂર્ણા મોડ્યુલ, જેન્ડર રિસોર્સ તથા નેશનલ ન્યુટ્રીશન મિશન સહિતની માહિતી આપવામા આવી અને ICDS વિભાગ અંતર્ગત પોષણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ ઘટકોમાં પોષણ અને આરોગ્ય અંગે પ્રચાર પ્રસારના ભાગરૂપે લોકોમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાની આંગણવાડી ખાતે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.મુન્દ્રામાં ૨૨ વર્ષ બાદ માતા બનનાર મહિલાની મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગાંધીધામ મુકામે પૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ વિભાગ સાથે સંકલનમાં રહી આંગણવાડી કાર્યકર બહેનોને કાનૂની સેવા સદનમાંથી પધારેલા શ્રી પી.કે.જાદવ દ્વારા નારી અદાલત અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કરાયા હતા. તાલુકા હેલ્થ મથકથી પધારેલા THV બહેન અને એમના સ્ટાફ દ્વારા આરોગ્ય, રસીકરણ અને કિશોરીઓના HB વિષે સમજ આપવામાં આવી હતી. 108 ના સ્ટાફ દ્વારા ઈમરજન્સી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ICDS વિભાગના મુખ્ય સેવિકા બહેન દ્વારા પૂર્ણા મોડ્યુલ, જેન્ડર રિસોર્સ તથા નેશનલ ન્યુટ્રીશન મિશનના સ્ટાફ દ્વારા પોષણની ઉજવણી અંગે સમજ આપવામાં આવી હતી.

ભુજ -૧માં આંગણવાડી કક્ષાએ ૩ થી ૬ વર્ષના બાળકોની માતાઓને છોડ ભેટ આપવામાં આવ્યા હતા તેમજ સગર્ભા માતા દ્વારા વૃક્ષારોપણ તેમજ બાળકોના જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત પૂર્ણા યોજના અંતર્ગત સાપસીડીની રમત રમાડી આરોગ્ય અને પોષણની સમજ સાથે પ્રોત્સાહન રૂપે કિશોરીઓએ ભેટ આપવામાં આવી હતી.લખપત ઘટકમાં માસ્કનું વિતરણ, પોષણ રંગોળીના કાર્યક્રમ સાથે THRના પેકેટ અંગે સમજ આપવામાં આવી હતી. ભુજ-૩ માં કોટડા ચકાર મુકામે ગૃહ મુલાકાત લઇ સરકારશ્રી દ્વારા મળતી યોજનાના લાભ વિશે જાણકારી આપવા સાથે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા THRમાંથી વાનગી બનાવી આપી તેનું સેવન પણ ગૃહ મુલાકાતમાં કરાવવામાં આવ્યું હતું. તેમજ THRની રેસિપી બુકનું વિતરણ કરાયું હતું. અંજારનાં વરસામેડી સેજાના વરસાણા -1 આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત હિન્દુસ્તાન યુનીલિવર પ્રાઇવેટ લિમિટેડના CSR હેઠળ ચાલતા પ્રભાત ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત સેન્ટર ફોર નોલેજ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા તથા આંગણવાડીના કાર્યકર દ્વારા સંયુક્ત રીતે પોષણ માર્ગદર્શન પોષણ રેલી યોજવામાં આવી હતી. કંપનીના CSR દ્વારા બંને કેન્દ્રોનું રીનોવેશન કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

ભુજ કચ્છથી રોહિત પઢિયારનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *