હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડી.વાય.એસ.પી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર દેશ ભરમાં હિન્દુ સમાજના પવિત્ર એવા ગણેશ ચતુર્થીના તહેવાર અને મુસ્લિમ સમુદાયના પવિત્ર તેહવાર ઇદે મિલાદની ભવ્ય ઉજવણી થઇ રહી છે.
ગણેશજી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આગામી 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ હાલોલ નગર ખાતે ગણેશ વિસર્જન હોય તેમજ આવતીકાલે 16 સપ્ટેમ્બર સોમવારનાં રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીની તકેદારીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ તેમજ એસ.આર.પી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આ બંને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાલોલ નગરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.જેમાં નગરમાં આવતીકાલે નીકળનાર ઇદે મિલાદના જુલૂસના રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસ.આર.પી પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચમાં જોડાયા હતાં.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ