અણિયાદ ક્લસ્ટરમાં કુલ:-12 પ્રાથમિક શાળામાંથી 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન માં કુલ 42 બળવૈજ્ઞાનિકો એ પોતાના વૈજ્ઞાનિક અભિગમને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન માધ્યમિક શાળાના બંને પ્રિન્સિપાલ ફુલસિંહ બારીઆ અને હીરાભાઈ ભરવાડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મોબાઈલનો વધુ ઉપયોગ સંવાદ તેમજ અંધશ્રદ્ધાના પ્રયોગો જિતેન્દ્રસિંધી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.વિજેતા પ્રથમ નંબરને મારુતિ ટીમ્બર માર્ટ શહેરા તરફથી ઘડિયાળ, ત્રણ ચોપડા અને 500 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.તમામ બાળકોને ભવાનસિંહ ચૌહાણ સૂર્યકાન્ત પટેલ , કલ્પેશભાઈ, મનહરસિંહ અશોકભાઈ, ભાવનાબેન ખાંટ અને તમામ 12 શાળાના આચાર્ય દ્વારા ચોપડા, કલીપબોર્ડ, પાઉચ, શૈક્ષણિક કીટ, ભૌમિતિક આકારોની કીટ, પેન, કલર પેકેટ,મળી કુલ:-9 જેટલી વસ્તુઓ બાળકોને આપવામાં આવી હતી. અણીયાદ ક્લસ્ટરના સી.આર.સી કો. ભુપેન્દ્રસિંહ સોલંકી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ