બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. વાપીની એક હોટલમાં ચાલી રહેલી ઉજવણી દરમિયાન જ માતા સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. તેને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ, ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો. પાંચ વર્ષીય પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી હતી. વાપીની હોટલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.પુત્રના જન્મદિવસની ઉજવણી સમયે જ માતા ઢળી પડી હતી.

વાપીના છરવાડામાં રહેતા ધવલભાઈ બારોડ અને યામિનીબેનના પાંચ વર્ષીય પુત્ર ગૌરિકનો શનિવારે બર્થ ડે હતો. પરિવારજનોએ પોતાના સંબંધી સાથે પુત્રના બર્થ ડેનું સેલિબ્રેશન કરવા માટે વાપીની રોયલ સેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં બર્થ ડે સોંગ સાથે સૌ કોઈ મોજમજા કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પર હાજર યામિનીબેન અચાનક જ ઢળી પડ્યા હતા. પરિવારજનો તુરંત જ યામિનીબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.ઢળી પડ્યા બાદ યામિની બેન ઉઠ્યા જ નહીં પરિવારમાં શોકનો માહોલપાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની ખુશીના પ્રસંગમાં માતમ છવાયો.પુત્ર ગૌરિકના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે બારોટ પરિવારના સભ્યો અને પરિચિતિ હોટલમાં એકઠા થયા હતા. સૌ કોઈ ગીત સંગીત સાથે પાંચ વર્ષીય ગૌરિકના જન્મદિવસની ઉજવણી વાપીની ધ રોયલ શેલ્ટર નામની હોટલમાં ઊજવણી કરી રહ્યા હતા. આ સમયે જ માતા યામિનીબેન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ઢળી પડ્યા હતા. પરિવારજનોએ ઉઠાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ, યામિનીબેન ઉઠ્યા ન હતા. હોસ્પિટલ પર તબીબની પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયાનું તારણ સામે આવ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ