સંઘપ્રદેશ દમણના પર્યારી પંચાયત વિસ્તારમાં આવેલ જમપુર વારલીવાડ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વિનોદ રમજી વારલી કે જેઓની માનસિક સ્થિતિ બરાબર ન હોવાના કારણે આજથી બે વર્ષ પહેલાં ઘરેથી નીકળી ગયા હતા જેઓ બે વર્ષ પહેલા ગુમ થયા હતા, ત્યારે બે વર્ષ પહેલાં ગુમ થયેલ વિનોદભાઈ મળી આવતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.
વિનોદભાઈ હરિયાણાના શિરસા કનૈયા માનવસેવા સંસ્થામાં થીમળી આવ્યા છે માનસિક રીતે અસ્વસ્થ વિનોદભાઈ બે વર્ષ પહેલાં શિર્ષા વિસ્તારમાં ભટકી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને આ સંસ્થામાં છોડવામાં આવ્યા હતા જે બાદ વિનોદભાઈદમણ વાપીનું નામ બતાવતા તેમજ સોશિયલ મીડિયા થકી તેમનો મેળા પરિજન સાથે થયો હતો.આ મેળાપ કરાવવાનું કામ માજી સરપંચ અને આદિવાસી સમાજના નેતા ભાવિક હળપતિ દ્વારા આદિવાસી સમાજ તેમજ તેમના પંચાયત વિસ્તારના આ પરિવારના પિતા પુત્ર અને પત્નીનો મિલાપ કરાવ્યો હતો. આ અંગે ભાવિકભાઈ હળપતિએ જણાવ્યું કે નડિયાદના ગુજરાત પોલીસ એએસઆઈ ગજેન્દ્રજી દ્વારા whatsappના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાદ વિનોદ વારલીને દમણ લાવવા માટે દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ ચેતન પટેલ દમણ મામલતદાર પ્રેમજી મકવાણા તેમજ અન્ય લોકોનો સાથ સહયોગ પણ રહ્યો હતો જેને લઇ ભાવિક હળપતિએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો .
વાપીથી આલમ શેખનો રીપોર્ટ