પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલા ઓવર બ્રિજ પાસે ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ સાથે રાખીને સાફસફાઈ કરી હતી.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગોધરા ખાતેથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવશે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.જેમાં રાજ્ય સભાના સાંસદ ડૉ જસવંતસિંહ પરમારની અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોધરા નગરપાલિકા ના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્વારા ગોધરાના મુખ્ય માર્ગો પર સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.જેમા ગોધરા બસ સ્ટેન્ડ નજીક ઓવરબ્રિજ નજીક હાઇવેની બાજુમા આવેલ કચરો સાફ કરી અભિયાનની શરૂઆત કરવા મા આવી હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ વચ્ચેના પંદર દિવસને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરાયા બાદ આ અભિયાનને ગુજરાત સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધી લંબાવવામા આવ્યું છે. અને સ્વચ્છતા બાબતે દેશના મોટા ભાગના સ્થળોને સ્વચ્છ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ