ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં આવેલ ગોદડ ફળિયામાંથી રાત્રીના 2 વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ 9 ફૂટ લાંબા અજગર નું લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહ દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG_20240922_085308-1.jpg)
પ્રાપ્ત માહિતી અનુસાર ગોદળ ફળિયામાં રહેતા અશોક પટેલની ઘરની પાસે બનાવેલ મરઘીના પાંજરા ઉપર એક વિશાળકાય અજગર મરઘીના શિકાર માટે આવી ચઢ્યો હતો, જેથી મરઘીનો અવાજ સાંભળી ઘરના લોકો જાગી ગયા હતા અને પાંજરા ઉપર નજર કરતા એક વિશાળકાય સાંપ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા બુમાં બૂમ કરતા આસપાસના લોકો પણ સ્થળ પાસે પહોંચી ગયા હતા, જોકે મોડી રાતે વાપીની લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાપક વર્ધમાન શાહે આ વિશે માહિતી આપતા તેઓ સ્થળે પહોંચી અજગરને સુરક્ષિત રેસ્ક્યું કરી નજીકમાં વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ