પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી. ભારત સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓમાં સ્વસ્થતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના અંતર્ગત શહેરા નગરપાલિકામાં પણ છેલ્લા પાંચ દિવસથી સફાઈ અંગેની અલગ અલગ કાર્યક્રમો તેમજ સફાઈ કામગીરી ચાલી રહી છે.
આ દરમિયાન પર્યાવરણને નુકસાન કરે એવી વસ્તુ જે પ્લાસ્ટિક છે તેની પર ભારત સરકારે પ્રતિબંધ મુકેલો છે તેમ છતાં પણ અલગ અલગ નગરોમાં તેનું વેચાણ થતું હોય છે તેને બંધ કરવા તેમજ તેને જપ્તી કરવા માટે શહેરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ભાગરૂપે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ ને બાતમી મળેલી કે કાલોલ જીઆઇડી સાઈડ થી ઇકો કારમાં પ્લાસ્ટિક ભરીને શહેરા નગરમાં વેચાણ કરવા માટે વેપારી આવેલો છે.જેને ધ્યાનમાં રાખી નગરપાલિકાની ટીમે વોચ ગોઠવી અને પ્લાસ્ટિક વેચાણ કરતા વેપારીને ઝડપી પાડી તેની પાસેથી ૪૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યા છે અને રૂપિયા 9000 દંડ વસૂલ કર્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ