ઉમરગામ તાલુકાના તુંબ ખતલવાડ બાયપાસ માર્ગ પર આવેલી ટોકર ખાડીમાં રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન આ ઘટના બનતી હોય છે, અને આ વર્ષે પણ આ દૃશ્ય ફરી સામે આવ્યું છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240923-WA0004.jpg)
ટોકર ખાડીમાં વહેતા પાણીમાં કેમિકલ વેસ્ટ નાંખાતા હૈરાન કરી દેતા પ્રમાણમાં માછલીઓનું મોત થાય છે. જળમાં ઝેર જેવા ઘૂસી જતા મરી ગયેલી માછલીઓ ખાડીમાં તરતી જોવા મળી રહી છે. પ્રતિ વર્ષ આવા દ્રશ્યો જોવા મળે છે, જેમાં સ્થાનિક લોકોમાં આ મામલે રોષભરી લાગણી ઉઠી છે. આ પરિસ્થિતિમાં પર્યાવરણને નુકસાન થાય છે અને માછીમારોના જીવન પર પણ નકારાત્મક અસર થાય છે. આ બાબતે સ્થાનિક તંત્ર ક્યારે પગલાં લેશે અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવશે એ પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ