વાપી મામલતદાર કચેરી ખાતે વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વાપી ગ્રામ્ય તથા વાપી શહેરનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 15 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, ડેપ્યુટી મામલતદાર વીજય ગઢવીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય તથા વાપી શહેરના અરજદારોએ પોતાની અરજી કરી હતી.જેમાં તમામ સરકારી કચેરીને લગતા જેમ કે, વાપી નગરપાલિકા, વાપી સીટી સર્વેની ઓફિસ, મામલતદાર કચેરી, DGVCL અને અન્ય સરકારી કચેરીઓના પ્રશ્નો હતાં.જે તમામ અરજીઓ પૈકી 15 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અરજીઓમાં વાપી નગરપાલિકાનાં તમામ વોર્ડમાં અમુક સ્ટ્રીટ લાઈટો બંધ છે તે ચાલુ કરવાની માંગ સાથેની અરજી વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંગ ઠાકુરે કરી હતી. જે અરજીનો પણ 15 દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ