રોફેલ BBA-BCA કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રાઈઝ આપી સન્માનિત કર્યાં

વાપીમાં GIDC છરવાડા રોડ પર આવેલ રોફેલ BBA-BCA કોલેજનો ” પ્રોત્સાહન 2024″ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નામધા સ્થિત શ્રી પદ્મભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર સહિત કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી સહિતના ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અભ્યાસ સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે કોલેજમાં રમતગમત, ચિત્ર, સંગીત, નાટક, અભિનય ગીત, કવીઝ અને વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા રોફેલ BBA-BCA કોલેજનો ” પ્રોત્સાહન 2024″ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના કલેકટર નૈમેશ દવે મુખ્ય મહેમાન, કોલેજના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો તેમજ રોફેલ બીબીએ-બીસીએ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાન્ત વેદના હસ્તે વિદ્યાર્થીઓ ને ટ્રોફી, પ્રશસ્તિ પત્ર સહિતના ઇનામ વિતરણ કરવામાં આવ્યાં હતા.આ કાર્યક્રમમાં આચાર્યશ દ્વારા કોલેજના આખા વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ સાંસ્કૃતિક સહિત ગરબા, રાસ, પિરામિડ, નાટકમાં વિદ્યાર્થીઓના અભિનય અને તેમના રંગબેરંગી પોષાકે મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. રોફેલ બીબીએ-બીસીએ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાંત વેદ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના કો- ઓર્ડીનેટર અને સ્વયંસેવક વિદ્યાર્થીઓ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોફેલ BBA-BCA કોલેજમાં 1700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી 500 જેટલા વિદ્યાર્થીઓ એ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. તેમજ રાજ્યભરમાં કોલેજનું નામ રોશન કર્યું હોય એ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *