ગોધરા- શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

ગોધરાની શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ હતી.એનએસએસ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરીમાં તેમજ સ્ટાફ મેમ્બરના ઉત્સાહ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો અને કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ખાસ આ દિવસે વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓ સતત કોલેજમાં પોતાની સેવા આપતા હોય છે તેમનું સન્માન કરવાનું પણ આયોજન થયું હતું.

આ પ્રકારના આયોજનથી વર્ગ ચાર ના કર્મચારીઓ ભાવવિભોર બન્યા હતા અને વિદ્યાર્થીઓએ તાળીઓના ગળગળાટથી તેમને વધાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં સૌપ્રથમ વખત વર્ગ ચાર ના કર્મચારીઓનું સન્માન યોજાયું હતું. વિદ્યાર્થી અને સ્ટાફ જનોએ આ પ્રસંગે સ્વચ્છતા ની શપથ પણ લીધી હતી. આ પ્રસંગે કોલેજના સિનિયર અધ્યાપક ડો. જી વી જોગરાણાના હસ્તે સર્વ વર્ગ ચારના કર્મચારીઓ નું અભિવાદન તેમજ સત્કારવાનું આયોજન થયું હતું. વર્ગ ચારના કર્મચારીઓ વતી પ્રતિભાવ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રમોદભાઈ વાગડીયા એ આપ્યો હતો.. પ્રિન્સિપાલ ડો એમ બી પટેલ સૌને સ્વચ્છતા અભિયાનની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર અને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ એન નાકરે કર્યું અને આભાર વિધિ અને શુભેચ્છા સંદેશ ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો ગૌતમ ચૌહાણે કરી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *