વલસાડ જિલ્લામાં થોડા દિવસો પહેલા જ બિસ્માર રસ્તાના કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બિસ્માર રસ્તાના કારણે લોકોને અને વાહનોને નુકસાન થઈ રહ્યું હોવા છતાં સમારકામ ન થતા તંત્રની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ઉમરગામમાંથી પસાર થતા કરમબેલા હાઈવે પર ધોવાઈ ગયેલા રસ્તા પર એક મોપેડ સ્લીપ થતા મહિલા પટકાઇ હતી. સદનસીબે મહિલાનો જીવ બચ્યો હતો. અકસ્માતનો આ બનાવ પાછળ આવી રહેલી કારના સીસીટીવીમાં કેદ થયો હતો.વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદને લઈને નેશનલ હાઇવે સહિત તમામ મુખ્ય માર્ગો મગરની પીઠ સમાન બન્યા છે.વાહન ચાલકો NHAIને રોજ લાખો રૂપિયાની ટોલ ટેક્સ આપવા છતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/10/IMG-20241001-WA0032.jpg)
ઉમરગામ તાલુકાના કરમબેલા હાઇવે ઉપર આવેલા બ્રિજ ઉપર રસ્તો બિસ્માર બન્યો છે. જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓની હાલત ભારે કાફોળી બની છે. વાહન ચાલકો NHAI સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છત્તા વાહન ચાલકોની રજુઆત ઉપર કોઈ ધ્યાને લેતું ન હોવાનો આક્રોશ પણ વાહન ચાલકો ઠાલવી રહ્યા છે. ગઈ કાલે કરમબેલા બ્રિજ ઉપરથી એક મહિલા મોપેડ ચાલક પોતાની મોપેડ લઈને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. થર્ડલેન ઉપર આઇસર ટેમ્પો ચાલી રહ્યો હતો. જેથી મહિલા હાઈવેની મિડલ લેનમાં મોપેડ ચલાવી રહી હતી. બ્રિજ ઉપર બનેલા બિસ્માર માર્ગને લઈને મોપેડ ઉપર સવાર મહિલાએ મોપેડના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને રસ્તા ઉપર પટકાઈ હતી. મોપેડ સ્લીપ થઈ જતા ચાલક મહિલા જમણી તરફ પડી હતી. જો ડાબી તરફ પડી હોતતો નજીકમાંથી પસાર થતા ટેમ્પોના કારણે ગંભીર ઈજા થવાની શક્યતા હતી. પાછળથી જે કારચાલક આવી રહ્યા હતા તેના દ્વારા પણ સમયસૂચકતા વાપરી તાત્કાલીક બ્રેક મારી દેવામાં આવી હતી. અકસ્માતની આ ઘટના કારમાં લાગેલા સીસીટીવીમાં જ કેદ થઈ હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ