તાજેતરમાં મહીસાગર જિલ્લામાં આવેલ સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત કોલેજના પ્રોફેસરો અને વિધાર્થીઓ જોડાઇ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા.માં ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો કે તેઓ પોતે ગંદકી કરશે નહિ કે અન્ય દ્વારા થવા દેશે નહિ. જેથી આ સંકલ્પને સાર્થક કરતાં તમામ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસની સાફ સફાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ડૉ.દિલીપ ઓડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય જાગૃતિ જોશીએ વિદ્યાર્થીઓએ આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા. સેજલ ગામિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ