સંઘપ્રદેશ દમણની સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સોમનાથ સ્થિત આવેલા દમણ ફાયર વિભાગની મુલાકાતે આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થિનીઓએ ફાયર વિભાગમાં ફાયર જવાનો કઈ રીતે કામ કરે છે અને ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં સમયે કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી.
આ સાથે જ આગજની જેવી ઘટના સર્જાય ત્યારે ફાયર કન્ટ્રોલરૂમ વિભાગમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેની પણ સમજણ મેળવી હતી. આજે ફાયર વિભાગ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓ માટે ખાસ એક રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ ડેમો આયોજિત કર્યો હતો. જેમાં રેસક્યું ટેન્ડર નામના વ્હિકલમાં વિદ્યાર્થીનીઓને બેસાડી તેમને ફાયર અથવા તો રેસ્ક્યુ વખતે કઈ રીતે ફાયર જવાનો કામ કરે છે તેની પણ વિસ્તાર પૂર્વક લાઈવ સમજણ પૂરી પાડી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ