ગળતેશ્વર તાલુકાના વનોડા ગામની પે સેન્ટર શાળામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.શાળાનાં બાળકોની સાથે શિક્ષિકાઓ પણ ગરબે ઝુમી ગરબાની રમઝટ જમાવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/10/IMG_20241009_154423-1024x463.jpg)
હિંદુ ધર્મનો પવિત્ર ઉત્સવ એટલે નવરાત્રી , જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે શાળાના બાળકોને નવરાત્રી પર્વનું કેટલું મહત્વ છે તેની પણ સમજ આપવામાં આવી હતી. જેની શુભ શરૂઆત માતા જગદંબાની આરતી કરીને “કુમ કુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ ; ના ગરબાથી ગરબે ઝૂમવાની શરુઆત કરી હતી. શાળાનાં શિક્ષકો,શિક્ષિકાઓ અને વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ ચણીયા ચોળી કુર્તા જેવા અવનવા રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબે ઝુમી ઉઠ્યાં હતાં.સમગ્ર સંચાલન શાળાનાં આચાર્ય હિતેશભાઈ મિસ્ત્રી દ્વારા શિક્ષકોની મદદથી કરવામાં આવ્યું હતું.જેથી શાળાનાં બાળકો ગરબે ઝુમતાં ચહેરા પર હાસ્યનું સ્મિત ચમકી ઉઠ્યું હતું.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ