પાવાગઢ મહાકાલી મંદિર પરિસર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન કાર્યક્રમ યોજાયો

પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આઠમ પર્વને લઈ એક લાખથી વધુ માઈ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.માઈ ભક્તોએ મહાકાલી માતાજીના દર્શનની સાથે સાથે આઠમના હવનનો પણ લાભ લીધો હતો. પરિસર ખાતે યોજાયેલા હોમ હવન કાર્યક્રમમા રાજ્ય સરકારના પુર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડ઼ાસમા સહિત જીલ્લાના અધિકારીઓ,પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

હિન્દુઓના સૌથી મોટા નવરાત્રી પર્વ પુર્ણાહુતિના આરે છે.ગુજરાતમા આવેલી ત્રણ શક્તિપીઠ પૈકી પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રીમા લાખોની સંખ્યામા માઈભકતો ઉમટી પડે છે.નવરાત્રીના પહેલા દિવસથી આઠમ સુધી લાખોની સખ્યામા માઈભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આઠમને પર્વે પણ મોટી સંખ્યામા માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત સહીત પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાન સહીતના રાજયોમાંથી માઈભક્તોએ દર્શન કર્યા હતા.પાવાગઢને જોડતા તમામ માર્ગો પર માઈભક્તોનો જનસૈલાબ જોવા મળતો હતો. આસો નવરાત્રીના આઠમ નો હવન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે વહેલી સવારે આરંભ કરવામાં આવ્યો હતો.જે સાંજે પાંચ કલાકે હવન કુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ પંચમહાલ જિલ્લાના અધિકારીઓ સહીત માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *