વાપી ઈબ્રાહીમ માર્કેટમાં એક જ રાતમાં પાંચ દુકાનોનો તાળા તૂટ્યા, ત્રણ દુકાનોમાંથી રૂ. 2.70 લાખના મુદ્દામાલની ચોરીહાલમાં ચાલી રહેલા નવરાત્રી પર્વને લઈને વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સૂચના આપવા આવી હતી.

વલસાડ જિલ્લામાં 3 DySPના નેતૃત્વમાં તમામ પોલીસ મથકના પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો રાત્રી દરમ્યાન જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર કડક પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરી રહી છે. તેમ છત્તા વાપી શહેરના ઇબ્રાહિમ માર્કેટમાં આવેલી ગ્રીલ તોડી અજાણ્યા ઈસમેં માર્કેટમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. વાપી શહેરના મધ્યમા આવેલા ઇબ્રાહિમ માર્કેટની ગ્રીલ તોડયા બાદ માર્કેટમાં આવેલી 5 જેટલી દુકાનોના તાળા તોડી કોઈ સાધનોની મદદ વડે શટર ઉચકી દુકાનોમાં ગેરકાયદેઆર રીતે પ્રવેશ કરી ચોરી કરી હતી. સવારે ઇબ્રાહિમ માર્કેટમાં વેપારીઓ આવ્યા ત્યારે દુકાનીના શટર ઉચકાયેલા જોવા મળ્યા હતા. ઘટના અંગે વેપારીઓએ સ્થાનિક અગ્રણીઓ અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી.વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. રાત્રી દરમ્યાન 5 દુકાનો પૈકી 3 દુકાનોમાંથી રોકડા.રૂ. 2.70 લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે 2 દુકાનોના ગલ્લામાં રૂપિયા રાખતા ન હોવાથી.તસ્કરે ખાલી હાથ જવું પડ્યું હતું. વાપી ટાઉન પોલીસ મથકે 2.70 લાખની ચોરીની ફરિયાદ નોંધી ઇબ્રાહિમ માર્કેટમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન વિસ્તારમાં થયેલી ચોરીને લઈને રાત્રી દરમ્યાન નાઈટ પેટતોલિંગ અને વાહન ચેકીંગ ઉપર વેપારીઓ અને સ્થાનિક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ