ઉમરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા આદિવાસી સમાજે સરકારી નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે રાજ્યપાલને સંબોધીને ઉમરગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું.આવેદનપત્રમાં આદિવાસી સમાજે મહત્વની માગણીઓ રાખી છે, જેમાં સ્થાનિક લોકોને કંપનીઓમાં 80% રોજગારી આપવા.કામદારોને લઘુતમ વેતન, પીએફ, મેડિકલ જેવી સુવિધાઓ અપાવવી, ગૌચરની જમીન ઉદ્યોગો દ્વારા સંપાદિત ન થાય તે માટે સરકારી પરિપત્ર રદ કરવો.ગામતળ અને સરકારી જમીન પર વર્ષોથી રહેતા લોકોને જમીન નામે કરવી.ઉમરગામ જીઆઇડીસી દ્વારા સંપાદિત કરેલી પરંતુ હેતુ પૂર્ણ ન થયેલી જમીન ખેડૂતોને પાછી રી-ગ્રાન્ટ કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્ર પ્રદાન કરવા પૂર્વે ઉમરગામમાં આદિવાસી સમાજે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જયેશ બરફનીના નેતૃત્વમાં દબાવપૂર્વક આગળ ધપાવવામાં આવી.સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અનેક આગેવાનો ઉમરગામ અક્રામારૂતિ ખાતે ભેગા થયા હતા. દાનહના પ્રભુ ટોકિયા, ભીલાડના યુવા અગ્રણી મિતેશ પટેલ, લક્ષી ધોડી અને મમકવાડના અશોક ધોડી સહિતના આગેવાનોએ પોતાની ઉપસ્થિતિથી આદિવાસી સમાજને મજબૂત સહારો આપ્યો.નિરાકરણ લાવવાની માંગ આદિવાસી સમાજે સરકાર સમક્ષ તાત્કાલિક આ સમસ્યાઓનું સમાધાન લાવવાની માંગ કરી છે. તેમની રેલી અને આવેદનપત્ર દ્વારા સમાજના પ્રજાહિત માટેની જાગૃતિ અને સંકલ્પ સ્પષ્ટ જોવા મળ્યો છે.અંતે, પ્રશ્ન એ છે કે સરકાર આદિવાસી સમાજની માગણીઓ પર ક્યારે અને કેવી રીતે પગલાં લેશે?
વાપીથી આલમ શેખનો રીપોર્ટ