નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગ તથા અર્થશાસ્ત્ર વિભાગના સંયુકત ઉપક્રમે આચાર્ય પ્રો. ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી Basic Economics વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે આ કૉલેજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉત્તમ દેખાવ કરી શકે તે હેતુસર સપ્તાહમાં એક દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સંદર્ભમાં એક વિષયનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેમા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ બાલાસિનોરના અધ્યાપક ડૉ. દિલીપભાઈ ઓડે તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી, વિદ્યાર્થિઓને અર્થશાસ્ત્ર વિષયની માહિતી આપી હતી.
આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. આર. બી.સક્સેના અને સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગના કન્વીનર ડૉ. પ્રકાશભાઇ વિછીયાએ કર્યુ હતું.