તા: 26/01/2025 ના આજરોજ સવારે 8:20 કલાકે આણંદ ના જાગનાથ મહાદેવ પાસે આવેલ રિયલ બેકર્સની દુકાનમાં આકસ્મિક આગ લાગતાં આણંદ ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ 2ફાયર ફાઇટર ઘટના સ્થળે મોકલીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ફાયર ફાઈટર પ્રદીપસિંહ સોલંકી, મકસુદ બેલીમ, નરેશ ચરપોટ, અશોકસિંહ સોલંકી, ક્રિષ્ણારાજ રાઉલજી, મુકેશ પરમાર તથા ટ્રેની સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈપણ જાતનીની જાનહાનિ થયેલ નથી.ત્યારે રીયલ ફૂડ ઝોન બેકરી નો સર સમાન બળીને ખાક થઈ ગયો હતો.