દમણમાં એક યુવક માટે બાઈક પર સ્ટંટબાજી ભારે પડી ગઈ. સુમસામ રોડ પર બાઈક પર ડબલસવારી કરતી વખતે યુવક અચાનક ઊભો થઈ ગયો અને સ્ટંટ કરતો જોવા મળ્યો. અચાનક સંતુલન ગુમાવતા યુવક સડકે પટકાયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.

ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટ રીતે યુવકને બાઈક પર ખતરનાક સ્ટંટ કરતાં અને ત્યારબાદ પટકાતાં જોવામાં આવી શકે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો.પોલીસે આ બનાવ અંગે યુવક વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દમણ પોલીસ લોકોએ આવા ખતરનાક સ્ટંટ કરવાનાં જોખમો ન લેવાની અપીલ કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ