ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામમાં ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. ગામના પૂર્વ તરફ ગટરનું પાણી રસ્તાઓ પર ઊભરાઈ રહ્યું છે, જેના કારણે ત્યાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. આ દુશ્ચિંતાજનક પરિસ્થિતિનો વિડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગટરના ગંદા પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
આ ગટરના પાણીનો સ્રોત ક્યાંથી છે? તેની તપાસ કરવાની તકલીફ પણ ગ્રામ પંચાયત નહીં ઉઠાવતી હોવાનો ગામલોકો આરોપ લગાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની આ બેદરકારીને કારણે રસ્તાઓના ખાબોચિયા પાણીથી છલકાઈ રહ્યા છે.જેથી અહીંયાથી પસાર થતાં સ્થાનિક નાગરિકો તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જોઈ સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળી આવતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહી છે.ગામલોકોનું કહેવું છે કે, આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ સમસ્યાનું વહેલાથકી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ