નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટનાના દ્રશ્ય મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી અનુસાર, ચોર મોડી બપોરે મંદિરમાં પ્રવેશ્યો અને કોઈની અવરજવર ન હોવાથી તેણે માતાજીની મૂર્તિ પરથી મૂગટ અને મંગળસૂત્ર ઉતારી લીધુ. આ સમગ્ર ઘટના શંકાસ્પદ બની છે અને સ્થાનિક ભક્તોમાં રોષ ફેલાયો છે.
મંદિર સમિતિએ તરત જ પોલીસને જાણ કરી, અને CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ તપાસમાં લાગી છે અને આશા છે કે ઝડપથી આરોપી ઝડપાઈ જશે.આ પહેલા પણ નરોલીમાં ચોરીની ઘટના બની હતી જેના ચોરોને પણ પોલીસ હજી સુધી પકડી શકી નથી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ