હાર્દિક ભટ્ટ, પ્રમુખ
નડિયાદ શહેર (જી) કૉંગ્રેસ
નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર હુકમથી પ્રજાજનો માટે બંધ કર્યું છે પણ મારી આપને વિનંતી છે એક બાજુ પેટલાદ રોડ વાળા સરદાર બ્રિજનો પણ કામ ચાલુ છે અને એક સાઈડ રોડ બંધ કર્યો છે નડિયાદ 2 એટલે કે વૈશાલી ગરનાળુ થી પશ્ચિમમાં રહેનાર નાગરિકો હાલ રામકથા સાંભળવા આવે કે હાલમાં નડિયાદમાં મેળો ભરવાનો છે તો તેઓને ખૂબ જ ફરીને આવવું પડે અને ઉંમરલાયક વ્યક્તિઓને અવ્યવસ્થા નો સામનો કરવો પડે તેવું મને લાગી રહ્યું છે વળી માઈમંદિર વાળું ગરનાળુ પણ ગંદકીથી કચરાથીભરપૂર હોય છે ત્યાં પણ રસ્તો એ અનિવન છે તૂટી ગયેલો જણાય છે પ્રજાજનો માટે આમ તો કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે તો હાલ જે પરિસ્થિતિ છે તેમ જ પોતાનું વૈકલ્પિક ઉપયોગ કરી શકે તેમ જ છે પણ મને આમ ઉપર વિશ્વાસ છે કે દસેક દિવસ માટે જો વૈશાલી નું ગરનાળુ ખુલ્લું રાખવામાં આવે તો રામકથા નો પ્રશ્ન અને મેળાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે તેમ છે તથા આ સમય માટે પ્રજાજનોને અવર-જવરમાં પણ સહેલાઈ રહેશે તેવું ધ્યાને લઇ નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ એ જિલ્લા કલેકટર શ્રી ને મેઈલ મારફતે માંગ કરી હતી.