
નશામાં ધૂત કારચાલક બેંકના મેનેજરે સર્જ્યો અકસ્માત
નશામાં ધૂત મહેમદાવાદના રહેવાસી કારચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ અને બે દારૂ ભરેલા ગ્લાસ મળ્યા
ચાલુ ગાડીએ બેંક મેનેજર સહિત મિત્ર દારૂનો નશો કરતા કરતા પેટલાદ થી નડિયાદ તરફ આવતા બાઈક સાથે સર્જ્યો અકસ્માત
આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે સર્જ્યો અકસ્માત
મહેમદાવાદના વતની કારચાલક ચિરાગ રાજુભાઈ દવે અને વિશાલ શ્યામલાલ કિશનચંદ મેકવાન હતા નશામાં ધૂત
બાઈક ચાલકને હાથના ભાગે તેમજ પગના ભાગે પહોંચી ઈજાઓ
અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામ લોકો સામે ગાળા-ગાળી કરતા ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો
ગામ લોકોએ તાત્કાલિક 108 બોલાવી ઇજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય એક એમ બે આરોપીઓને પોલીસ હવાલે કર્યા
નડિયાદ રૂરલ પોલીસે આરોપીઓના મેડિકલ કરાવી પ્રોહિબિશન, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને અકસ્માતનો એમ અલગ અલગ ગુના નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી