
પંચમહાલનાં હલલો ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા..
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના રામેશરા આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, PSI મેહુલ ભરવાડ એક પ્રોહિબિશનના કેસની તપાસ કરી રહ્યા હતા. આ કેસમાં ભીનું સંકેલવા માટે તેમણે અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી. આ માંગણીથી પરેશાન થયેલા અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાંચની માંગણી અન્ય કોઈ કેસમાં પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
PSIએ અરજદાર પાસે લાંચ પેટે ₹ 1 લાખની લાંચ લીધી, ફરિયાદીને વોન્ટેડ જાહેર કરી પછી કસ્ટડીમાં માર ના મારવા અને હેરાન ના કરવા બાબતે ₹ 2.5 લાખની માંગ કરઈ હતી..
ACBએ આજે ગોઠવેલા છટકામાં PSI મેહુલ ભરવાડને તેમના રહેઠાણ પરથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયા હતા. હાલમાં ACBની કાર્યવાહી ચાલુ છે. જોકે, આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.