
તારીખ, 17/ફેબ્રુઆરીનાં રોજ વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હીની ધરતી ઘણી સેકન્ડ સુધી હચમચતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.

