
દિલ્હી બાદ હવે ઉત્તર ભારતના બીજા એક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વહેલી પરોઢે દિલ્હીમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ (4.0)ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડર ફેલાયો છે.
માહિતી અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.
