ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેની ખાસ તકેદારી રખાશે : જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર રહેશે સજ્જ : ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ૭ પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન અને આશરે 2000 જેટલા પોલીસકર્મી કરાશે તૈનાત