
લોકસાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલો..
અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આ ઘટના બની,
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ દેવાયત ખવડની કારમાં તોડફોડ કરી છે. દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા, પણ તેમના ડ્રાઇવર માત્ર હતા તેવી વિગતો મળી રહી છે. દેવાયત ખવડ હુમલો કોણે કર્યો? કયા કારણો સર હુમલો કરવામાં આવ્યો તે અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોકે આ અંગે ચાંગોદર પોલીસે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ કરી છે