
ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને “શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક” થી સન્માનીત કરવામાં આવ્યા જેમાં ડી.ડી.યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પદ્મ શ્રી ડો.એચ.એમ.દેસાઈ, કીડની હોસ્પિટલ ના ટ્રસ્ટી શ્રી ડો.મહેશભાઈ દેસાઈજી, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને SNV સ્કૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, મગનભાઇ એડન વાલા મહાગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડો. એસ.એન. ગુપ્તાજી, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ દાનવીર શ્રી કિરણભાઈ પટેલ(સી.જે.કંપની) ને તેઓના યોગદાન અને સમાજ સેવા બદલ સન્માનિત કર્યા હતા.

સાથે સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર BAPS સંસ્થાના પ. પૂ. સંતશ્રી જ્ઞાનવત્સલ સ્વામી અને શ્રી નેહલ ગઢવી અને ડો. હાર્દિક યાજ્ઞિક દ્વારા ઉપસ્થિત સૌ સાથે પ્રેરણાદાયી સંવાદ કરી એક પ્રેરણાદાયી ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો…

આ પ્રેરક પ્રસંગ ની શોભા માં અભિવૃદ્ધિ માટે ચરોતર ના તમામ BAPS મંદીર ના કોઠારી સંતશ્રીઓ સહીત વિવિધ ધર્મસ્થાનોના આચાર્યોએ ઉપસ્થિત રહી આશિર્વાદ આપેલ હતા…

સાથે સાથે નડિયાદ ની તમામ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થા ના સંતો-મહંતો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.