
આજ રોજ નડિયાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી સોલંકી સાહેબને નડિયાદના બે મુદ્દા માટે એક સીટી બસ સેવા ફરી ચાલુ થાય તથા લારી અને પાથાણા વાળા દૈનિક ગુજરાન ચલાવતા લોકો માટે વૈકલ્પિક ઊભા રહેવાની વ્યવસ્થા થાય તે અનુસંધાનમાં કમિશનર શ્રી ને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..

63 દિવસમાં જ બંધ થયેલી સીટી બસ સેવા તુરંત પ્રજાના હિત માટે ચાલુ કરવા સંદર્ભે
શહેરના નાગરિકોના અવરજવર માટે સુવિધાજનક અને વિશ્વાસપાત્ર ગણાતી સીટી બસ સેવા તા ૨૫-૧૨-૨૪ રોજ શરૂ કરેલી માત્ર ૬૩ દિવસમાં જ વહીવટી બેદરકારીના કારણે બંધ થવા પામી, આ સ્થિતિ નિષ્ઠાજનક અને દુઃખદાયક છે. સામાન્ય નાગરિકો, કામદારો, વિદ્યાર્થીમિત્રો અને વડીલો માટે આ સેવા અવશ્યક છે, અને તેનું આકસ્મિક બંધ થવું નાગરિક જીવનમાં મોટો ખટકો પેદા કરે છે.

સત્તાવાર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી હોવી અત્યંત જરૂરી છે. જો યોગ્ય આયોજન, સંકલન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોત, તો આ પરિસ્થિતિ ટાળી શકાત. જવાબદાર અધિકારીઓ પાસેથી યોગ્ય આશા નગરજનોને હતી. પરંતુ સ્થાનિક નેતાઓને અણઆવડત કહો કે ઉતાવળે કરેલ નિર્ણય,કે કોઈ દંભ કહેવો? આવા કોઈ કારણે આજે નડિયાદના ના અને આજુ બાજુ ના નાગરિકોને સિટી બસ બસ સેવાનો લાભ મળતો બંધ થયો છે જેનું સંપૂર્ણ જવાબદાર સ્થાનિક નેતા અને સ્થાનિક બે જવાબદાર અધિકારીઓ છે. : હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર પ્રમુખ, કૉંગ્રેસ..
