Bharuch | ભરૂચમાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં લાવશે ક્રાંતિ.

ભરૂચ

અમેરિકાની સમૃદ્વિ છોડીને ભારતના વિકાસમાં યોગદાન આપવા આવેલા અરવિંદ પટેલે ગ્રીન એન્વાયરમેન્ટ નાં ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારુ પગલું ભર્યુ છે. રાજપારડી સ્થિત જીએમડીસીના જોખમકારક કહી શકાય તેવા ઓવર બર્ડન મટિરિયલથી કન્ટ્રક્શન ક્ષેત્રમાં વાપરી શકાય તેવા ઉપયોગી પ્રોડક્ટ બનાવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ શુભારંભ કરાવ્યો હતો.. 

રાજપારડીના ખડોલી પાસે  UNIV મીનરલ્સ એન્ડ કેમીકલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ પટેલ અમેરિકા ની સુખ સાહેબી છોડી દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે ભારત પરત ફર્યા છે. કન્ટ્રક્શન ના કારણે સૌથી વધુ પર્યાવરણને નુકસાન થાય છે.

આ સમસ્યામાં ઘટાડો કરવા આ જ ક્ષેત્રમાં પરિવર્તન લાવવું જરૂરી સમજતા અરવિંદ પટેલે વિદેશ માં ઉપયોગમાં લેવાતી ટેકનીક્સ અને બિઝનેસની સૂઝ બુઝ ના આધારે જીએમડીસી ( ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ )ના જોખમી કહી શકાય એવા ઓવર બર્ડન મટીરીયલ માંથી 100 ટકા સીલીકાનું એડીટીંગ કરીને  કન્ટ્રક્શન માટે વાપરી શકાય તેવી ગ્રીન એન્વાયરમેન્ટ તરીકે પ્રોડ્કટ ડેવલપ કરી છે.

જે પ્રોડક્ટ થી ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સીલીંગ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ ચણતર,પ્લાસ્ટર જેવી તમામ પ્રકારના કન્ટ્રક્શન વર્કમાં ઉપયોગમાં લેવાશે તેનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય. આ અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ સ્વામીનારાયણ  સંપ્રદાયના સંતો- કોઠારી સ્વામી ઓ પૂ અનિરૂદ્વ સ્વામી, પૂ જ્ઞાનેશ્વર સ્વામી, પૂ વેદજ્ઞ સ્વામી, પૂ દિવ્યપૂરુષ સ્વામી , પૂ પુણ્યદર્શન સ્વામી, પૂ વિવેકમંગળ સ્વામી, પૂ અક્ષરપ્રેમ સ્વામી, પૂ આરૂણી ભગત સહિતનાઓની ઉપસ્થિતિમાં થયું હતું. સંતોએ બિઝનેસમાં નીતિમત્તા અને રાષ્ટ્રહિત સર્વોપરી ની ભાવના સાથે સામાજિક જવાબદારી નિભાવવા પર ભાર મૂક્યો હતો.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *