
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગણપતિ દાદાના મંદિરે ચુંવાળ ૮૪ રાજપૂત સમાજના તૃતીય સમુહ લગ્નોત્સવ માં 90 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આજથી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. નવવધુઓને સોના-ચાંદીના ઘરેણાં, ઘરવખરી, તિજોરી,રસોડા સેટ,બેડરૂમ સેટ સહિત ૧૦૦ થી વધુ વસ્તુઓ કરિયાવર માં આપવામાં આવી.
શ્રી ચુંવાળ ૮૪ રાજપૂત સમાજના પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલા અને મનીષસિંહ સોલંકી દ્વારા તમામ નો આભાર માનવામાં આવ્યો હતો ઉપસ્થિત તરીકે રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો તથા સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં આગેવાનો,યુવાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.