
તારીખ 4 ની રાત્રી દરમિયાન જાફરાબાદના વાડી વિસ્તારમાં સિંહણે 36 વર્ષીય યુવકને ફાડી ખાધો, આ યુવક પ્રાથમિક માહિતી અનુસાર કાકીડી મોલી ગામના યુવક ઉપર સિંહણે હુમલો કર્યો, મૃતક યુવકનું નામ મંગાભાઈ બોધાભાઇ બારૈયા ઉ. વ 36 હોવાનું સામે આવ્યું છે.. જાફરાબાદ અને જસાધાર રેન્જ વન વિભાગની ટીમ તેમજ નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથેધરી છે.વન વિભાગની ટીમએ સિંહણ અને પકડવા કવાયત હાથ ધરી છે, મૃતકને પીએમ અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.