
વાપી GIDC પોલીસે રીક્ષા ચોરીના અનડીટેકટ ગુનાના આરોપીને ચોરીના મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. રીક્ષા ચોરનાર ઇસમ સામે ભિલાડ, સેલવાસ, દમણ પોલીસ મથકમાં પણ ગુન્હા નોંધાઇ ચુક્યા છે.

વાપી GIDC પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ BNS 2023ની કલમ 303 (2) મુજબનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં મૂળ UP ના અને હાલમાં છીરીમાં આવેલ આંગન રેસિડેન્સીમાં રહેતા રવિન્દ્રકુમાર રામનિહાર સિંહે એક ફરિયાદીની ઓટો રીક્ષા નંબર GJ15-YY-0736 જેની કિંમત રૂપિયા 20 હજારની ચોરી કરી હતી. આ રીક્ષા તેમણે વાપી જી.આઇ.ડી.સી. ફેઝ -3 આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના ગેટની બહાર પાર્ક કરી હતી. ત્યારે, 1લી માર્ચના રવિન્દ્રકુમાર રામનિહાર સિંહે ડુપ્લીકેટ ચાવીથી કે કોઇ સાધન વડે ચાલુ કરી લઇ ગયો હતો

જે ગુનાના આરોપીને શોધી કાઢવા GIDC પોલીસ મથકના PI એમ. પી. પટેલે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે માહિતી મેળવી હતી. જેમાં ઓટો રીક્ષા ચોરનાર આરોપીને ઓટો રીક્ષા સાથે ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી રવિન્દ્રકુમાર રામનિહાર સિંહને ઝડપતી વખતે પોલીસે ચોરીમાં ગયેલ 20 હજારની કિંમતની ઓટો રીક્ષા નં. GJ-15-YY-0736 અને એ રીક્ષા ચોરીમાં ઉપયોગમાં લીધેલ 50 હજારની કિંમતની ઓટો રીક્ષા નં. GJ-15-AU-4825 મળી કુલ 70 હજારનો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો.
પકડાયેલ આરોપી રવિન્દ્રકુમાર રામનિહાર સિંહના ગુનાહીત ઇતિહાસની વિગતો જોઈએ તો તેની સામે ભીલાડ પોલીસ સ્ટેશન, સેલવાસ પોલીસ સ્ટેશન, નાની દમણ પોલીસ સ્ટેશન મળી કુલ 5 જેટલા ગુન્હા નોંધાઇ ચુક્યા છે.
સદર કામગીરી રેન્જ આઇ.જી. પ્રેમ વિર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ વાપી બી. એન. દવેની સૂચના અને GIDC પોલીસ મથકના PI એમ. પી. પટેલના માર્ગદર્શનમાં હે.કો. વિપુલભાઇ, આ.પો.કો. હારીશ કામરૂલ, પો.કો. કીશોરભાઇ, કુલદિપસિંહ દિપકભાઇ દ્રારા ટીમ વર્કથી કરવામાં આવી હતી.