
ભરૂચ – વિશ્વની અગ્રણી લાઈફ સાયન્સીઝ કંપનીઓની લાંબાગાળાની પસંદગીની ભાગીદાર કંપની હાઈકલ લિમિટેડે કાર્યસ્થળની સલામતી અને કામગીરીની ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા સેફ્ટી મંથ (સુરક્ષા માસ) અભિયાન લોન્ચ કર્યું છે. ‘અવર સેફ્ટી, માય રિસ્પોન્સિબિલિટી’ થીમ પર આધારિત આ અભિયાન 4 માર્ચથી 31 માર્ચ, 2025 સુધી ચાલશે, જેમાં એવા અનોખા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે સલામતીની પદ્ધતિઓમાં વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી એમ બંનેને પ્રોત્સાહિત કરે છે.
હાઈકલનું માનવું છે કે, સલામતી એ તમામ કર્મચારીઓની સામૂહિક જવાબદારી છે. આ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, કંપની 21-દિવસીય સલામતી ચેલેન્જ રજૂ કરી રહી છે, જે એક આયોજનબદ્ધ કાર્યક્રમ છે, જ્યાં કર્મચારીઓ દૈનિક સલામતી અંગેની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે, જેમાં જોખમની ઓળખ, પીપીઇનું અનુપાલન અને કટોકટીના સંજોગોમાં પ્રતિભાવ આપવાની સજ્જતા જેવા મુખ્ય પાસાઓને આવરી લેવામાં આવશે. આ પહેલ કર્મચારીઓને તેમની અને તેમના સાથીદારોની સલામતીની જવાબદારી લેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ કવાયત એ બાબત પર ભાર મુકે છે કે સલામત વર્તણૂક એક આદત હોવી જોઈએ, નહીં કે કોઈ ઘટનાની પ્રતિક્રિયા.
સલામતીને વધુ સુલભ અને રસપ્રદ બનાવવા માટે, હાઈકલ ‘સેફ્ટી ઇન માય પોકેટ’ લોન્ચ કરી રહ્યું છે, જે એક કોમ્પેક્ટ, બહુભાષી પુસ્તિકા છે, જેમાં સલામતીની મુખ્ય માર્ગદર્શિકાઓ, ઇમરજન્સી સંપર્કો અને સલામતી તાલીમ વિડીયોઝ અને ઘટનાના રિપોર્ટિંગ ટૂલ્સ સાથે જોડાયેલા ક્યુઆર કોડ્સ દર્શાવવામાં આવ્યા છે. આ પહેલ એ બાબત સુનિશ્ચિત કરે છે કે સલામતી અંગેની મહત્વની માહિતી કર્મચારીઓ માટે દરેક સમયે સરળતાથી ઉપલબ્ધ હોય, જે કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધારો કરે છે.
વિઝ્યુઅલ રિઇન્ફોર્સમેન્ટને વધુ મજબૂત બનાવતા, આ અભિયાનમાં તમામ સુવિધાઓમાં સુરક્ષા વીર, હાઈકલના સત્તાવાર સલામતી માસ્કોટને દર્શાવવામાં આવશે. સુરક્ષા વીર કાર્યસ્થળની સલામતીની રોજેરોજ યાદ અપાવશે, અને આ તમામ મુખ્ય સલામતી સંદેશાઓને અસરકારક બનાવવા માટે તેમને સ્ટેન્ડીઝ, પોસ્ટરો, ઇમેઇલ સંચાર અને ડિજિટલ સ્ક્રીનમાં દર્શાવાશે. આ ઉપરાંત, સેફ્ટી બડી પ્રોગ્રામ સાથીઓની જવાબદારીને પ્રોત્સાહિત કરવા માટે કર્મચારીઓની જોડી બનાવશે, તે સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ સલામત કાર્યકારી વાતાવરણ જાળવવામાં સક્રિયપણે ફાળો આપે છે.
વ્યક્તિગત કામગીરીઓ ઉપરાંત, હાઈકલ સલામતીમાં નેતૃત્વના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે એક સંગઠન-વ્યાપી વ્યૂહરચનાનો પણ અમલ કરે છે. લીડર્સ અને મેનેજર્સ સાઇટ વોક, સલામતી વાટાઘાટો અને મેન્ટરશિપ સેશન્સનું આયોજન કરશે, જે કર્મચારીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે કંપનીની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા દર્શાવે છે. સલામતી અંગેની મુક્ત ચર્ચાને પ્રોત્સાહન આપીને, હાઈકલનો હેતુ એક એવું વાતાવરણ બનાવવાનો છે જ્યાં કર્મચારીઓ જોખમોની જાણ કરવા અને સક્રિયપણે સુધારાઓ સૂચવવા માટે સશક્ત હોવાનું અનુભવે.
હાઈકલ લિમિટેડના પ્રેસિડન્ટ એચઆર રતિશ ઝાએ જણાવ્યું હતું કે, “સલામતી એ સ્થિતિસ્થાપક અને જવાબદાર સંસ્થાનો પાયો છે. આજના ગતિશીલ કાર્ય વાતાવરણમાં, કંપનીઓએ અનુપાલનથી આગળ વધી સલામતી માટે સક્રિય અભિગમ અપનાવવો જોઈએ. કર્મચારીઓને યોગ્ય સાધનો, જ્ઞાન અને માનસિકતા સાથે સશક્ત બનાવીને, અમે એવા પરિવર્તનને આગળ ધપાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જ્યાં સલામતીને માત્ર કોર્પોરેટ નિર્દેશને બદલે વ્યક્તિગત જવાબદારી તરીકે જોવામાં આવે.”
પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, હાઈકલ આ સલામતી પહેલોને તેના સલામતી-પ્રથમ માળખામાં સંકલિત કરી રહ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે સલામતી મહિનો એ સાતત્યપૂર્ણ સલામતી સંસ્કૃતિ તરફનું એક પગલું છે. ડિજિટલ ટૂલ્સ, ટ્રેનિંગ સેશન અને ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશનની મદદથી કંપની ઉદ્યોગમાં સલામતી ઉત્કૃષ્ટતા માટે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે.