
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ વિશેષ
જુનાગઢના કલ્પનાબેન જોશીપુરાએ હાલોલને કર્મભુમિ બનાવી,12 વિદ્યાર્થીઓથી નર્સરી શિક્ષણ શરુ કર્યુ.આજે કલરવ સ્કુલમાં 2700 વિદ્યાર્થીઓ ભણે છે.જાણો તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા સુધીની અનોખી સફર
આઠમી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવામા આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની ભુમિકા વૈદિકકાળથી મહત્વની રહી છે.આજના પુરુષ પ્રધાન સમાજની વચ્ચે પોતાનુ સ્થાન સરખે સરખુ પ્રસ્થાપિત કર્યુ છે.આઝાદીની લડાઈથી લઈને અંતરિક્ષમાં પોતાની ભુમિકા મહિલાઓએ પોતાનુ સ્થાન જમાવ્યુ છે. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં સામાજીક મોભો મેળવ્યો છે. વિશ્વ મહિલા દિવસનો ઉદેશ્ય નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવાનો છે. મહિલા દિવસ નિમિત્તે આજે અમે તમને એક એવા મહિલાની સફળ કહાની જણાવીશું કે તેમને સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવીને સામાજીક ક્ષેત્રમાં,શિક્ષણક્ષેત્રમાં બહુ મોટી નામના મેળવી છે.આજ સુધી હજારો વિદ્યાર્થીઓને સાક્ષરતાની સાથે સંસ્કારનું, શૈક્ષણિક મુલ્યોનું સિંચન કરીને સમાજને એક નવી દિશા ચીંધી છે. તેના ફળ સ્વરુપે તેમને રાષ્ટ્રીયકક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ અનેક સન્માન મળ્યા છે.આ મહિલા હસ્તીનું નામ છે હાલોલના જાણીતા શિક્ષણવિદ ડો. કલ્પનાબેન જોશીપુરા.
સૌરાષ્ટ્રના જુનાગઢના રહેવાસી અને હાલોલને કર્મભુમિ બનાવી કલરવ સ્કુલની સ્થાપના
ડો કલ્પનાબેન જોશી પુરા મુળ જુનાગઢના વતની છે. તેમનો જન્મ 1955મા થયો હતો. મુળ તેઓ વડનગરા નાગર જ્ઞાતિના છે. અને નરસિંહ મહેતાના 14માં વશંજ છે. શિક્ષણજગતમા તમને પગ મુક્યો ત્યારે તેમને પોતાની કારકિર્દીની શરુઆત પ્રાથમિક શાળામાં શિક્ષકથી કરી હતી.
ડૉ. ક્લ્પનાબેન જોષીપૂરા નાનપણ થીજ સીસકલા અને શિક્ષણ જગતમાં રસ ધરાવતા હતા તેમનો જન્મ 1955 માં જૂનાગઢ ખાતે ત્યારબાદ તેઓના મેરેજ પ્રકાશ જોષીપૂરા સાથે થયા અને તેમને વ્યવસાય અંગે હાલોલ આવવાનું થયું અને તેઓએ શિક્ષણ ની ધૂણી ધપાવવાનો નિર્ણય કર્યો અને પ્રથમ હાલોલમાં આવ્યા બાદ તેઓએ એમજીએમ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. તેમને 1986માં પોતાની એક શૈક્ષણિક સંસ્થા શરુ કરી.જેમા નર્સરી ક્લાસ 12 વિદ્યાર્થીઓથી શરુ કરી. ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ.અને એ સંસ્થા કલરવ સ્કુલ બની ગઈ. આજે વટવૃક્ષ સમાન આ સ્કુલમાં 2700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. નર્સરીથી લઈ ધોરણ- 12 સુધીનો વર્ગો અહી ચલાવામા આવે છે. અહી અભ્યાસ કરી ચુકેલો વિદ્યાર્થી વિવિધ ક્ષેત્રોમાં સારી નામના પણ મેળવી ચુક્યો છે.
શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય અને સામાજીક કાર્યો બદલ મળ્યા અનેકો સન્માન
શિક્ષણ ક્ષેત્રમાં તેમને વિવિધ પ્રવૃતિઓ તેમજ મહિલાઓના સામાજીક ઉત્થાન માટે ઝુંબેશ ચલાવા સહિત અનેક સેવાઓ આપી છે. 2004માં દિલ્લીના વિજ્ઞાનભવન ખાતે દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક ના એવોર્ડ મળ્યો મળ્યો હતો, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ એવોર્ડથી સન્માનીત કરવામા આવ્યા હતા. 2011માં પણ તેમને શ્રેષ્ઠ આચાર્ય તરીકે મહાત્મા ગાંધી એવોર્ડ મળ્યો છે. 2007 ની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી પેહલા હાલોલની કલરવ સ્કૂલને કોમ્યુટર સેવન ના એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો તેવા તો ઘણા એવા એવોર્ડ મળ્યા છે…હાલમાં તેઓ હાલોલ નગર પાલિકાના સ્વછતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.તેમની કલરલ શાળાની પ્રવૃતિથી પ્રભાવિત થઈ ઘણી સંસ્થાઓ દ્વારા પણ એવોર્ડો મળ્યા છે.
નારી શક્તિ છે. બ્રહ્મા, વિષ્ણુ, શિંવનુ સ્વરુપ છે.ડો- કલ્પનાબેન જોશીપુરા, (કલરવ સ્કુલના સંસ્થાપક)
દેવી શક્તિને પુજવાનો દિવસ માત્ર આઠ માર્ચ જ નથી.ભારત દેશમા નારીની પુજા થાય જ છે. જ્યારે જ્યારે નારીની પુજા થાય છે નારીનુ ગૌરવ જળવાય છે ત્યા તે પોતાનુ કામ નિર્ભય પણ કાર્ય કરી શકે છે. હુઆજની મહિલાઓને સંદેશો આપવા માગુ છે. તમારા ક્ષેત્રમાં આત્મવિશ્વાસ રાખજો.તો તમે જરુર સફળ થશો. હર હમેંશ આગળ વધશો. આઈએમ પોસિબલ ,ઈમ્પોશિબલ શબ્દ શબ્દકોશમા રાખશો નહી.