
ખેડા જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મંજીપુરા માં કચરાની ડમ્પિંગ સાઈડના ધુમાડાથી પર્યાવરણ અને આરોગ્યના ઉપર ગંભીર સંકટ ઉભું થયું છે બીમાર થતા રહીશો ને કારણેલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના જીવન નો પ્રશ્ન હોય ઝડપથી પગલા ભરાય તેવી માંગ કરી છે
નડિયાદ મહાનગરપાલિકાના મંજીપુરા વિસ્તારમાં 50 કરતાં વધારે સોસાયટીના રહેશો ડમ્પીંગ સાઈડમાં સળગાવવામાં આવતા કચરાના ઝેરી ધુમાડાના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે વહેલી સવાર અને સાંજના સમયે આ વિસ્તારમાં હરવું ફરવું પણ મુશ્કેલ બન્યું છે સોસાયટીના રહીશોને ફરજિયાત પોતાના મકાનો બંધ કરવાની ફરજ પડે છે. બાળકો અને વૃદ્ધોમાં શ્વસનતંત્રની ગંભીર બીમારીઓ સામે આવી છે રાધે હોમ્સ અને શ્રીજી વિલા અન્ય સોસાયટીના રહીશો આ જીવ સામે જોખમ હોવાના ખતરા થી ભયભીત બન્યા છે અગાઉ એપ્રિલ 2023 માં જિલ્લા કલેકટરને પણ આયોજનપત્ર આપવામાં આવ્યું હતું મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને માનવ આરોગ્યના ગંભીર ખતરા સામે મહાનગરપાલિકા તાકીદે ઝડપી પગલા ભરે એવી માંગણી કરે છે
નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ રાધે હોમ્સ માં રહેતા એડવોકેટ સી જી શર્મા નાં જણાવ્યા મુજબ આ ડમ્પીંગ નાં કારણે ઘોર ધુમાળાનાં કારણે આરોગ્ય ને નુકશાન થય રહ્યું છે, આ બાબતે કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ એક્શન લેવાયા નથી, આ ડમ્પીંગ સાઇડને ખસેડીને અહીંયા થી દૂર કરવામાં આવે, ડમ્પીંગ સાઈડમાં મરેલા પ્રાણીઓ સળગાવવામાં આવે છે જેના કારણે ઝેરી હોવાનું પ્રદૂષણ ફેલાય રહ્યું છે, કોર્ટ ને કાર્યવાહી કરવા માંગીએ છીએ પણ પ્રશ્ન એવો થયો કે અહીંના ધારાસભ્ય ને અમુક રકમ ફાળવવામાં આવી છે સરકાર તરફ થી એટલે અમારી એવી ઈચ્છા હતી કે આના કારણે કઈ પ્રદૂષણ શાંત થઈ જાસે પણ હજુ સુધી કોઈ પ્રશ્ન નો નિકાલ લવાયો નથી.
નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મંજીપુરા ગામના રહીશોમાં હાલ ડમ્પીંગ સાઈટ માંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે હાહાકાર મચી ગયો છે છતાં તંત્ર આરોગ્ય અને સલામતી આપવામાં નિષ્ફળ ગયું છે ત્યારે આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી નાગરિકો કરી રહ્યા છે