
દાદરા નગર હવેલીમાં સાયલી કેનાલ પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આલોક સ્પિનિંગ કંપની સામે, જ્યાં રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં એક ઇકો કાર પલટી જતાં રસ્તા પર ભારે અવરોધ સર્જાયો.
પ્રાપ્ત માહિતી મુજબ, GJ 15 CM 2028 નંબરની ઇકો કારમાં મુસાફર હતા, જ્યારે અચાનક ડ્રાઈવરે કાર પરનો નિયંત્રણ ગુમાવ્યો, અને કાર પલટી ખાઈને રસ્તાની બાજુમાં પડી ગઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું છે.

સિલ્વાસા અને આજુબાજુના વિસ્તારોમાં હાલ અનેક સ્થળોએ માર્ગ બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો માટે જોખમ ઉભું થયું છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વાહન ચલાવતી વખતે સાવચેત રહે, ગતિ મર્યાદિત રાખે અને બાંધકામવાળા વિસ્તારોમાં ખાસ કાળજી રાખે.
આકસ્મિક ઘટના ટાળવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાંધકામ સાઇટ પર જરૂરી સલામતી વ્યવસ્થા કરે, ચેતવણીચીંધા અને માર્ગદર્શન માટે જરૂરી સંકેતો મૂકાવે.