
દક્ષિણ ગુજરાતના વીજ પુરવઠામાં આજે મોટી સમસ્યા સર્જાઈ છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ટેકનિકલ ફોલ્ટને કારણે 400 કેવી હાઈ વોલ્ટેજ લાઈન ટ્રિપ થઈ ગઈ છે. આના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
સૌથી વધુ અસર સુરત અને તાપી જિલ્લામાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સવારે 4 થી 6 વાગ્યા સુધી પાવર કાપનો અમલ કરવામાં આવ્યો છે. થર્મલ પાવર સ્ટેશનના યુનિટ ટ્રિપ થવાને કારણે વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓની ટીમ દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાત અંધારપટમાં!
• ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા 32.37 લાખ ગ્રાહકો વીજ વિહોણા
• 7 જિલ્લાઓ, 45 તાલુકા, 23 શહેરો અને 3461 ગામો
2• ટ્રેન વ્યવહાર પર અસર, રેલવે સ્ટેશનો પર અંધારપટ
• 5 કલાક સુધી વીજળી પુનઃસ્થાપિત થવાની શક્યતા નહીં